Saturday, January 10, 2026
HomeGujaratમોરબી : વેજીટેબલ રોડ પરથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે પકડાયા

મોરબી : વેજીટેબલ રોડ પરથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે પકડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વેજીટેબલ રોડ પર લાભનગર સોસાયટી નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા જીજે-૩૬-યુ-૫૫૯૭ ને રોકી તલાશી લેતા રીક્ષામાંથી ૨૫૦ મીલીની દેશી દારૂની કોથળી નંગ ૩૨ દેશી દારૂ લીટર ૦૮(કિં.રૂ.૧૬૦/-) મળી આવતા પોલીસે દેશી દારૂ, રીક્ષા(કિં.રૂ.૪૦,૦૦૦)અને બે મોબાઈલ(કિં.રૂ.૬૦૦૦/-) સહીત કુલ રૂ ૪૬,૧૬૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી ધર્મેશ શાંતિલાલ પરમાર (રહે વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી ૨) અને ગાંડુભાઈ કિશોરભાઈ કગથળા (રહે વેજીટેબલ રોડ લાભનગર સોસાયટી મોરબી ૨) વાળાને પકડી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!