Friday, December 27, 2024
HomeGujaratમોરબી : અલગ-અલગ બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા, એકની...

મોરબી : અલગ-અલગ બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૦નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મોરબી શહેરમાં કુબેરનગર નજીક હર્ષવાટીકા શેરીમાં ઓમદેવસિંહ કનકસિંહ જાડેજાને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની બોટલ નંગ ૦૧ (કિં.રૂ. ૩૦૦/-) સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા બનાવમાં પોલીસે મોરબી શહેરમાં રવાપર ચોકડી નજીક બાઇકમાં જતા ભુપેન્દ્રભાઇ જયસુખભાઇ વાઘેલાને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની બોટલ નંગ ૦૧ (કિં.રૂ. ૩૦૦/-) સાથે ઝડપી પાડી તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ તથા બાઈક કબ્જે કર્યા છે. તેમજ આરોપી ભુપેન્દ્રએ શાહરૂખભાઇ હાજીભાઇ ખોડ પાસેથી આ દારૂની બોટલ ખરીદી હોવાનું ખુલતા પોલીસે આરોપી શાહરૂખને પકડવા તજવીજ હાથ ધરી છે. આમ આ બંને કેસમાં પોલીસે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!