અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ધુટુ રોડ પર આવેલ હરિઓમ પાર્કમાં રહેતા પ્રેરણાબેન ઉર્ફે પ્રીયંકાબેન રાકેશભાઈ પાઠક (ઉ.વ.૧૮) એ આરોપી ટ્રક નં. આરજે-૦૭-જીડી-૧૪૭૭ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૦નાં રોજ ૧૦:૩૦ વાગ્યાનાં સુમારે ફરિયાદી પ્રેરણાબેન ઉર્ફે પ્રીયંકાબેન રાકેશભાઈ પાઠક તેનું મોટર સાઈકલ હીરો મેસ્ટ્રો જીજે-૩૬-કયું-૫૫૦૭ માં માલવિકાબેનને પાછળ બેસાડી જતા હોય દરમ્યાન મહેન્દ્રનગર ચોકડીએ ટ્રક નં. આરજે-૦૭-જીડી-૧૪૭૭ ના ચાલકે પુર ઝડપે ટ્રક ચલાવીને પ્રેરણાબેનના મોટર સાઈકલને પાછળના ભાગે ઠોકર મારી પાડી દઈ હડફેટે લેતા પ્રેરણાબેનને ઈજાઓ પહોચી હતી તો માલવિકાબેનના ડાબા પગ પર ટ્રકનું ક્લીનર સાઈડનું ટાયર ફેરવી દઈને ઈજા કરી અક્સ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હતો. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.