Thursday, November 7, 2024
HomeGujaratMorbiમોરબીમાં ત્યજી દીધેલું નવજાત શિશુના મૃત્યુ બાબતે અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધાયો

મોરબીમાં ત્યજી દીધેલું નવજાત શિશુના મૃત્યુ બાબતે અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધાયો

મોરબીમાં નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યું હોય જે બનાવ મામલે પોલીસે અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધી તપાસ હાથધરી  છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના મતવાવાસમાં વજેપર મેઈન રોડના રહેવાસી કાસમ ખુરેશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેના વિસ્તારમાં રહેતા રશીદાબેન અને જીલુબેન ફકીર આવીને જણાવ્યું હતું કે એક તાજું જન્મેલું બાળકને બાવળની કાંટમાંથી ભૂંડ લઈને જતું હોય જેને ભૂંડથી છોડાવ્યું હતું નવજાત શિશુને કાન અને પગ-હાથમાં ભૂંડે બાચકા ભરી ઈજા પહોંચાડી હતી અને નવજાત શિશુનું મોત થયું હતું.

જેથી બાળકને સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયું હતું બનાવ મામલે એ ડીવીઝન પોલીસે અજાણી સ્ત્રીએ જન્મ આપી નવજાત બાળકને બાળકનો જન્મ છુપાવવાના ઈરાદાપૂર્વક ત્યજી દઈને ઓળખ છુપાવવા માટે બાવળની કાંટમાં ફેકી દીધેલ હોય અને નવજાત શિશુનું મૃત્યુ થયું હોય જેથી ગુન્હો નોંધી તપાસ ચલાવી છે અને અજાણી સ્ત્રીને ઝડપી લેવા  પોલીસનો ધમધમાટ શરૂ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!