Friday, December 27, 2024
HomeGujaratમોરબી : રાજ્યવ્યાપી ડુપ્લિકેટ રેમડેસિવિર રેકેટમાં ભોગ બનનારને આગળ આવી પોલીસને જાણ...

મોરબી : રાજ્યવ્યાપી ડુપ્લિકેટ રેમડેસિવિર રેકેટમાં ભોગ બનનારને આગળ આવી પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી

મોરબી જીલ્લા પોલીસ દ્વારા રાજ્યવ્યાપી ડુપ્લિકેટ રેમડેસિવિર ઈંજેક્શન રેકેટનો પર્દાફાશ કરી આ ઈંજેક્શનોની બનાવટ તથા વેચાણ કરતા નરાધમો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમ્યાન રાજ્યના વિવિધ શહેરોમાંથી ૧૧ શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે આ શખ્સોએ પોતાનાં સાગરીતો મારફતે આવા ડુપ્લિકેટ ઈંજેક્શનો કોરોના દર્દીઓ સુધી પહોંચાડ્યા હોવાની શક્યતા છે. ડુપ્લીકેટ ડેસીવીર ઇન્જેકશન અમદાવાદ, કડી, મહેસાણા, પાટણ, પાલનપુર, સુરત જબલપુર, ઇન્દોર, વગેરે વિસ્તારમાં આપેલ હોવાનુ તપાસમાં ખુલ્યું છે. ત્યારે આ ૧૧ શખ્સો તથા તેનાં સાગરીતો પાસેથી જો કોઈએ ઈંજેક્શનો લીધા હોય અને કોઈ આડઅસર થઈ હોય કે મૃત્યુ પામ્યા હોય તો તુરંત આગળ આવી પોલીસને તપાસમાં મદદરૂપ થવા માટે મોરબી જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ સંપર્ક નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ડુપ્લિકેટ રેમડેસિવિર ઈંજેક્શન રેકેટ અંગે વધુ તપાસ એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર જે. એમ. આલ ચલાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

પોલીસે આ ઈસમો પાસેથી પકડેલા ઈંજેક્શનોનાં સ્ટીકર ઉપર Manufacturer comapny -Mylan Laboratories Limited. At- Plot No-42 to 52, Survey Na 165,171 172 | 177 TITC, Phase-II, DA, Pashamy|zar (v), patancheru(M), SangreEy, District. Telangana state 02307, mfg Le No- 15/5GY/2020-65910 TM-trade mark. Batch No. 215039A Date of Mfg. a3}12 2020 Date of Exp 02/12/2021 M.R.P. Rs. 400,00 લખેલ છે.

મોરબી જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ સંપર્ક નંબર :

ટેલીફોન નં. : ૦૨૮૨૨-૨૪૩૪૭૮
મોબાઇલ નં. : ૭૪૩૩૯૭૫૯૪૩

નીચે મુજબનાં ઈસમોએ ડુપ્લીકેટ રમડેસીવીર ઇન્જેકશનનું વેચાણ કરેલ છે.

(1) રાહુલ અશ્વિનભાઈ લુવાણા (ઉ.વ.29 રહે. મોરબી)
(2) રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ લુવાણા (ઉ.વ.26 રહે. મોરબી)
(3) મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશિફ શેખ (ઉ.વ.29 રહે. અમદાવાદ, જુહાપૂરા)
(4) રમીઝ સૈયદ હુસેન કાદરી (ઉ.વ.32 રહે. અમદાવાદ, જુહાપુરા)
(5) ફહિમ ઉર્ફે ફઇમ હારુનભાઈ મેમણ (ઉ.વ.30 રહે. અમદાવાદ- વેજલપુર)
(6) નફિસ કાસમભાઈ મન્સૂરી (ઉ.વ.38 રહે. અમદાવાદ, જુહાપુરા)
(7) કૌશલભાઈ મહેન્દ્રભાઈ વોરા (ઉ.વ.36 રહે. સુરત, અડાજણ)
(8) પુનિતભાઈ ગુણવંતલાલ શાહ (ઉ.વ.39 રહે. સુરત, અડાજણ)
(9) સુનિલ રાવેન્દ્ર મિશ્રા (ઉ.વ.33 રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ)
(10) સપન સુરેન્દ્રકુમાર જૈન (ઉ.વ.37 રહે. જબલપુર, મધ્યપ્રદેશ)
(11) કુલદીપ ગોપાલભાઈ સાબલિયા (ઉ.વ.25 રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!