Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં આંણદપર ગામની સીમમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાનાં આંણદપર ગામની સીમમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી માહિતી મુજબ આજરોજ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજા તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા ને મળેલ ખાનગી બાતમીનાં આધારે વાંકાનરે તાલુકા આંણદપર ગામની સીમમાં મંદિર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા આરોપીઓ મનોજ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા (ઉવ.૩૨ રહે.વાંકાનેર ભરવાડપરા જી.મોરબી), શામજીભાઇ ઉર્ફે ભીખો ભાવુભાઇ ભીસડીયા (ઉવ.૩૦ રહે.સમથેરવા તા.વાંકાનેર જી.મોરબી), હરેશભાઇ ઉર્ફે મઘો જગાભાઇ વિઝુવાડીયા (ઉવ.૩૦ રહે.માટેલ,પુલ પાસે વાડી વિસ્તારમાં તા.વાંકાનેર જી.મોરબી), પ્રવિણભાઇ ઉર્ફે પનો છનાભાઇ સરાવાડીયા (ઉવ.૩ર રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી) વાળાઓને રોકડ રૂપીયા ૧,૦૧૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા, પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા તથા પો.કોન્સ. જગદીશભાઇ ગાબુ, સંજયસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!