Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ચ્યુઅલ જોબ-ફેરનું આયોજન, રજીસ્ટ્રેશન શરૂ

મોરબી : રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ચ્યુઅલ જોબ-ફેરનું આયોજન, રજીસ્ટ્રેશન શરૂ

રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા નોકરીદાતાઓ તેમજ રોજગારવાચ્છુંઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રોજગાવાંચ્છુ ઉમેદવારોને યોગ્ય રોજગારી મળે અને ઔદ્યોગિક એકમોને યોગ્ય મેન-પાવર મળે તે માટે રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા આગામી તારીખ ૦૧/૦૪/૨૦૨૧ થી તા. ૩૦/૦૪/૨૦૨૧ દરમિયાન વર્ચ્યુઅલ જોબ-ફેરના આયોજન કરવામાં આવનાર છે. આ ભરતી મેળાઓમાં પસંદગી પામતા ઉમેદવારોને ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે તા. ૦૧/૦૫/૨૦૨૧ ના રોજ માન. મુખ્યમંત્રીના વરદ હસ્તે “રોજગાર એનાયત પત્ર” પ્રદાન કરવા માટેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે.

આ ભરતી મેળાઓમાં સહભાગી થવા મોરબી જિલ્લાના નોકરીદાતાઓ-ઔદ્યોગિક એકમોએ વેકેન્સીની જરૂરી વિગતો રોજગાર વિનિમય કચેરી, નવું સેવા સદન, સો-ઓરડી વિસ્તાર,મોરબીને રૂબરૂંમાં, ટપાલથી કે ઇમેઇલથી (અડ્રેસ[email protected]) મોકલી આપવા અથવા Google લીંન્ક https://forms.gle/2Yin6Gzcz2RoAVCf7 પર રજીસ્ટ્રેશન કરવા અને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક રોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતે નામ-નોંધણી કરાવવા અને ગૂગલ લીન્ક Google લીંન્ક https://forms.gle/g6vrnueqY8G6RjMW8 પર રજીસ્ટ્રેશન કરવા જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!