Thursday, January 2, 2025
HomeGujaratમોરબી : 'તમારા બંનેથી શું થાય' તેમ કહેતા બે ઈસમોએ આધેડનો કોમ્પલેક્ષમાંથી...

મોરબી : ‘તમારા બંનેથી શું થાય’ તેમ કહેતા બે ઈસમોએ આધેડનો કોમ્પલેક્ષમાંથી ઘા કરતાં આધેડનું મોત

મોરબીના શક્તિ ચેમ્બર નજીક ગઈકાલે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મોરબી બી ડીવીઝન પોલીસને મળતા પોલીસ ગટના સ્થલે દોડી ગઈ હતી અને મૃતદેહને પી એમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી તપાસ ચલાવતાં મૃતકની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું

- Advertisement -
- Advertisement -

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરમાં ૮૦ ફૂટ રોડ દેવભગતની વાવની પાછળ ઇન્દિરા સોસાયટી નજીક રહેતા ભુપતભાઈ ટપુભાઈ સોલંકીએ આરોપીઓ જાવેદ ઉર્ફે માયો રસુલભાઈ વાધેર તથા મુન્નો અલારખા પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનાં દીકરા રણજીત ભુપતભાઈ સોલંકી (ઉ.૪૦, રહે-હાલ ચેતનભાઈ રબારીની ચાની હોટલમાં લખધીરપુર મોરબી) ને આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલ વાધેર (રહે- પુનમ કેસેટ ઉપર મોરબી) અને મુન્નો અલારખા પરમાર (રહે-વાજેપરા મોરબી) એ મરણ જનાર ફરિયાદીનાં દિકરા રણજીતને ગાળો આપતા મરણજનાર રણજીતે તમારા બંનેથી શું થાય તેમ કહેતા આરોપીઓએ રણજીતને શક્તિ ચેમ્બરની લોબી માંથી મારી નાખવાના ઈરાદે ઉપાડી નીચે ઘા કરતા રણજીતને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!