Sunday, October 13, 2024
HomeGujaratમોરબી : 'તુ અમારા ધંધા પર જઈને કેમ બોલાચાલી કરે છે' તેમ...

મોરબી : ‘તુ અમારા ધંધા પર જઈને કેમ બોલાચાલી કરે છે’ તેમ કહી બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી યુવાનને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વિજયભાઈ માવજીભાઈ વેગડા (ઉ.વ.૨૨, ધંધો- મજુરી, રહે. હાલ ન્યુ મનહર કારખાનાની ઓરડીમાં લીલાપર રોડ, મોરબી, મુળ રહે સાતુદળ વાવડી તા. જામકંડોરણા જી. રાજકોટ)એ આરોપીઓ સુનીલ વાઘાણી (રહે ઈન્ડીયા કારખાનાની ઓરડીમા નીલકમલ સોસાયટી સામે લીલાપર રોડ મોરબી) તથા કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા (રહે વિલ્સન કારખાનાની સામે લીલાપર રોડ) સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ના રોજ રાત્રે આરોપીઓએ ફરીયાદીને તુ અમારા ધંધા પર જઈને કેમ બોલાચાલી કરે છે તેમ કહીને ફરીયાદીને ઘરની બહાર બોલાવી ઢીકાપાટુ વડે મુઢમાર મારીને જાતી પ્રત્યે અપમાનીત કરી સાહેદ રમાબેન માવજીભાઈ વેગડાને આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામાએ લાકડી વડે ડાબા હાથમા તથા શરીરે માર માર્યો હતો. બનાવની ફરિયાદનાં આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(૫)એ, ૩(૧)(આર)(એસ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!