Saturday, October 12, 2024
HomeGujaratવાંકાનેર : સામે કેમ જુએ છે કહી યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : સામે કેમ જુએ છે કહી યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઈ

બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઈશ્વરભાઈ ભરતભાઈ ધરોડીયા (ઉ.વ.૨૮, રહે રામકૃષ્ણ નગર, પંચાસર રોડ, મીટ્ટીકુલ કારખાના પાસે, વાંકાનેર, જી. મોરબી) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત તા.૧૨નાં રોજ બપોરે સાડા બારથી પોણા એકનાં સુમારે મો.સા.લઇ પોતાના કારખાનેથી ઘેર જમવા જતા હોય ત્યારે વાંઢા લીમડા ચોક પાસે આરોપી ગોરધન ઉર્ફે ગોધો ગોવિંદભાઈ ઈટોદરા (રહે. રામકૃષ્ણ નગર, પંચાસર રોડ, મીટ્ટીકુલ કારખાના પાસે, વાંકાનેર, જી. મોરબી) રોડ પર ઉભો હોય ફરીયાદીએ તેની સામે જોતા આરોપીએ સામે કેમ જુએ છે તેમ કહી ભુંડા બોલી ગાળો દેતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ વધુ ગાળો આપી બાદ ફરીયાદીનાં ઘરમા જઇ લોખંડના પાઇપ વતી એક ઘા ફરી ને ડાબા કાન ઉપર માથાના ભાગે મારી ઇજા કરી હતી. બનાવની ફરિયાદનાં આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૨૪,૪૫૨,૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!