Sunday, February 2, 2025
HomeGujaratમોરબીની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સહિતના સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબીની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સહિતના સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

મોરબીની યુવતીને અમદાવાદ રહેતા પતિ સહિતના સાસરીયાઓ ઘરકામ, કરિયાવર તેમજ પતિને ફોનમાં અને રૂબરૂ ખોટી ચડામણી કરતા મારકુટ કર્યા અંગેની મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિત અમદાવાદ, ઓસ્ટ્રેલિયા તથા અમેરિકા રહેતા સાસરી-પક્ષના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર શુકન હાઈટ્સમાં રહેતા ખ્યાતિબેનના લગ્ન વર્ષ ૨૦૨૦ માં અમદાવાદ થલતેજ ૨૧ સનસેટ બંગલોઝમાં રહેતા રાકેશભાઈ મગનભાઈ જાકાસણીયા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા,ત્યારે લગ્નના ૬ માસ સુધી બધું બરાબર ચાલ્યા બાદ પતિ તથા સાસુ, સસરા, નણંદોએ અવાર નવાર નાની-નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી રૂબરુ તેમજ ફોન દ્વારા નણંદોએ ખ્યાતિબેનના પતિને ચડામણી કરતા તેના પતિ અવાર નવાર મારકુટ કરતા તેમજ વધુ કરીયાવર લઇ આવવા દબાણ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ગુન્હામા એકબીજાને મદદગારી કરતા હોય જેથી હાલ ખ્યાતિબેને મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ રાકેશભાઇ મગનલાલ જાકાસણીયા સસરા મગનલાલ ભીમજીભાઇ જાકાસણીયા, સાસુ શારદાબેન મગનલાલ જાકાસણીયા ત્રણેય રહે. અમદાવાદ તથા નણંદ આશાબેન અમીતભાઇ પટેલ રહે.ઓસ્ટ્રેલિયા તથા નણંદ કોમલબેન અવિનાશભાઇ વર્ઘેલી રહે.અમેરિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!