Friday, December 6, 2024
HomeNewsMorbiમોરબીમાં કોરોનાની મહામારીમાં રાત દિવસ જોયા વિના મહેનત કરનારા યુવકોને સામાજીક કાર્યકરે...

મોરબીમાં કોરોનાની મહામારીમાં રાત દિવસ જોયા વિના મહેનત કરનારા યુવકોને સામાજીક કાર્યકરે બાઇક ભેટ આપી નવાજયા : વધુ યુવકોને આવતીકાલે બાઇક આપવામાં આવશે

મોરબીના યુવા ઉધોગપતિ અને સામાજીક કાર્યકર અજય લોરીયા દ્વારા લોકડાઉનના સમયમાં રસોડું ચાલુ રાખીને સેવા આપનારા તમામ યુવાનોને બાઇક આપી સન્માન કર્યું  : આવતીકાલે જીલ્લા ક્લેક્ટર,સાંસદ સભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં વધુ યુવાનોને બાઇક અર્પણ કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કોરોના મહામારી સમયે સતત કાર્યશીલ રહી અને મદદ માટે હરહમેશ તૈયાર રહેનારા યુવકોને અજયભાઇ લોરિયા દ્વારા અગાઉ સાત મોટરસાયકલ ભેટ આપેલી છે અજયભાઈ લોરીયાએ યુવાનોનું સન્માન કરવા ગત શનિવારે વાઘપર ખાતે સન્માન સમારોહનું  જૂજ લોકોની હાજરીમાં આયોજન કરાયું આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, એસપી એસ. આર. ઓડેદરા, લોકગાયક કિર્તીદાન ગઢવી, વિપુલભાઈ અઘારા (આર.એસ.એસ.), જસ્મીનભાઈ હિંસુ (આર.એસ.એસ)) અને અજય લોરીયા દ્વારા ૧૪ યુવાનોને બાઇક અર્પણ કરાયા હતાં

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, એસપી એસ. આર. ઓડેદરા, લોકગાયક કિર્તીદાન ગઢવી, વિપુલભાઈ અઘારા (આર.એસ.એસ.), જસ્મીનભાઈ હિંસુ (આર.એસ.એસ)) અને અજય લોરીયા દ્વારા લોરીયા અંકિત અરવિંદભાઈ, સંઘાણી આશિષ સુરેશભાઈ, કડીવાર રાજ અશોકભાઈ, રાંકજા મીલન કાંતીલાલ, રાંકજા આશિષ મણીલાલ, લોરીયા બ્રીજેશ વીપુલભાઈ, એરણીયા નીકુંજ મનસુખભાઈ, બાવરવા મીત નગીનભાઈ, બાવરવા નીકુંજ ધીરજલાલ, એરણીયા નીતીન દુર્લભજીભાઈ, રાંકજા રોનક વસંતભાઈ, સનાવડા મયંક નીલેશભાઈ, અરવિંદ ધનજી સુરાની અને સીદીક સુમરા સહિત ૧૪ યુવાનોને બાઇક અર્પણ કરાયા હતાં એટલુજ નહી સામાજીક કાર્યકર અજયભાઈ લોરીયા દ્વારા વધુ યુવાનોને પણ આવતીકાલે  મોટરસાયકલ ની ભેટ અર્પણ કરવાની છે આ પ્રસંગે પશ્ચિમ વિસ્તારના સંઘ પ્રચારક ડો.ભાડેશીયા,રાજકોટ સાંસદ મોહન કુંડારીયા ,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,મોરબી માળીયા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા ,મોરબી જિલ્લા કલેકટર જે બી પટેલ , મોરબી જીલ્લા અધિક કલેકટર કેતન જોશી તેમજ મોરબી જિલ્લાના એસપી સુબોધ ઓડેદરા હાજરી આપવાના છે

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!