મોરબીની મહાવીર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનની સગાઈ જામનગર ખાતે રહેતી યુવતી સાથે થઈ હતી. આ યુવતીને પ્રેમ કરતા રાજકોટના શખ્સ સહિત બે આરોપીઓએ યુવાનનું અપહરણ કર્યાની પોલીસને જાણ કરતા પોલીસે યુવાનને તાત્કાલિક છોડાવી લીધો હતો.
મૂળ જામનગરના જામજોધપુર પંથકના વતની પટેલ યુવાન પોતાના ભાઈ, ભાભી સાથે મોરબી મહાવીર સોસાયટીમાં રહેતા હતા. આ યુવાનની સગાઈ જામનગર ખાતે રહેતી યુવતી સાથે થઈ હતી.જે યુવતીને રાજકોટનો આરોપી સાહિલ સંધિ પ્રેમ કરતો હતો. આ દરમિયાન આરોપી સાહિલ સંધી અને જાવેદ નામના બને આરોપીઓ અચાનક યુવાનના ઘરે આવી ઝગડો કરી યુવાનને છરી બતાવી બળજબરીથી બાઇકમાં ઉઠાવી ગયા હતા. અપહરણ કર્યા બાદ આરોપીઓએ 50 હજારની માંગણી કરતા યુવાનના ભાભી દીપ્તિબેન એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની ગંભીરતાને લઈને પોલીસે તાત્કાલિક કામગિરી હાથ ધરી યુવાનને અપહરણકર્તાની જાળમાંથી છોડાવ્યો હતો. અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.