Friday, September 20, 2024
HomeGujaratઆતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના ત્રણ જવાનોના પરિવારને ૩.૪૬ લાખની સહાય અર્પણ...

આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના ત્રણ જવાનોના પરિવારને ૩.૪૬ લાખની સહાય અર્પણ કરતા મોરબીના યુવાન અજય લોરીયા

હજી તો ૧૫ દિવસના પુત્રનું મોઢું પણ ના જોયું ને યુવાન દેશની રક્ષા માટે શહીદ થઈ ગયો

- Advertisement -
- Advertisement -

મોરબી: દેશના શહીદ થયેલા પરીવારજનોને રૂબરૂ સહાય આપવા ગયેલા મોરબીના દેશભક્ત અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ ત્રણ શહીદ જવાનોના પરિવારને કુલ ૩.૪૬ લાખની સહાય અર્પણ કરી હતી.

જેમાં જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના બટાલા તાલુકાના ચઠા ગામના મનદીપસિંહના પરિવારને ૧,૨૫,૦૦૦ ની સહાય અને જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના કપૂર્થલા તાલુકાના મનાતલવંડી ગામના શહીદ જવાન જસવિંદર સિંઘ ના પરિવારજનોને ૧,૨૧,૦૦૦ તથા જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં શહીદ થયેલા પંજાબના આનંદપુર સાઈબ તાલુકાના પચરંડા ગામના શહીદ જવાન ગજ્જનસિંઘ ના પરિવાર જનોને ૧,૦૦,૦૦૦ ની સહાય કરવામાં આવી હતી અને તમામ શહીદ જવાનોના પરિવાર જનોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

જ્યારે શહીદ જવાન મનદીપસિંહ ના પરિવાર જનોને રૂબરૂ સહાય આપવા ગયા ત્યારે આ શહીદ જવાનના પરિવારની આપવીતી સાંભળી ત્યાં હાજર તમામનું કાળજું કંપી ઉઠ્યું હતું.જે વિશે વધુ વાત કરતા દેશભક્ત અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાએ જણાવ્યુ હતુ કે એક બાળક કે જેને ધરતી પર પગ મુક્યાને માંડ ૧૫ દિવસ થયા છે અને હજી એને એના પિતાનું મોઢું પણ નથી જોયું અને કોઈ પણ બાપ ગમે તે જગ્યાએ નોકરીએ હોય પણ જ્યારે તેના ઘરે પુત્ર કે પુત્રી અવતરે ત્યારે તેનો ભોળો ચહેરો જોવાની એની સાથે રમવાની અને એની સાથે વાતું કરવાની ઈચ્છા હોય અને ગમે તેવું કામ મૂકી ને તે તેની પાસે દોડી આવે ત્યારે દુઃખની વાત તો એ છે કે પિતા મનદીપસિંહે 15 દિવસના પુત્રનું મોઢુ પણ નહોતું જોયું અને બીજો પુત્ર પણ હજી પપ્પા સાથે રમવા માટે તડપડતો હોય ત્યારે જ એ યુવાન શહીદ થાય ત્યારે ભલભલા કઠણ કાળજાના માનવીનું હૃદય દ્રવી ઉઠે ત્યારે આ આપવીતી સાંભળી મારી પાસે બોલવા કોઈ શબ્દ જ ન રહ્યા, હું કેવી રીતે એને સાંત્વના આપું એ જ સમજાયું નહીં.*

અજયભાઈ લોરિયા દ્વારા આ શહિદ જવાનોના પરિવારજનોને સહાય અર્પણ કરવામાં આવી હતી અને શહીદ જવાન ના પરિવારજનોને જ્યારે પણ કોઈ પણ મદદની જરૂર પડે ત્યારે તેઓએ મદદ માટે તૈયાર હોવાનું વચન આપ્યુ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!