કોંગ્રેસ આગેવાન કનું લાડવાના ભાઈ હરિ લાડવાએ પોતાના ભાઈ સાથે વોર્ડ ન.01 ના ઉમેદવાર દેવા અવાડિયાને સેવા સદન ખાતે થયેલી માથાકૂટનો ખાર રાખી દેવાભાઈ ના ભત્રીજા,ઇમરાન જેડા સહિત આઠ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી : પોલીસે ગુનો નોંધી તજવીજ શરૂ કરી
મોરબીમાં ગઈકાલ બપોરે સેવા સદન ખાતે વોર્ડ ન.01 ના ભાજપ ઉમેદવાર દેવા અવાડિયા અને કનું ઉર્ફે કર્નલ લાડવા વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકયો હતો જેમાં જોત જોતામાં છુટા હાથની મારામારી કરી હતી બાદમાં પોલીસ વચ્ચે પડતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો જ્યા એક જ બન્ને આગેવાનો સમાજના હોય પોલીસ અને સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો જો કે આમ છતાં મોડી સાંજે ફરી કોંગ્રેસ આગેવાન કનું લાડવા અને તેના ભાઈ પર હુમલો કરતાં તંત્ર દોડતું થયું હતું જેમાં બન્ને ભાઈઓને માથા ,હાથ અને પગના ભાગે ઈજાઓ થતાં સારવાર માં ખસેડવામાં આવ્યા હતા જો કે ઘટનાની ગંભીરતાને લઈને ડીવાયએસપી રાધિકા ભારાઈ એ ડિવિઝન પોલીસ સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો જેમાં સારવાર લીધા બાદ ભોગબનનાર કોંગ્રેસ અગ્રણીના ભાઈ હરિભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગઈકાલે મોરબી તાલુકા સેવા સદન ના પટાંગણમાં ભાજપના ઉમેદવાર દેવાભાઈ સાથે તેના ભાઈ કનું ભાઈ ઉર્ફે કર્નલ લાડવા સાથે માથાકુટ થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી છે જેમાં એક વ્યક્તિ એ હું દેવભાઈ નો ભત્રીજો છું કેમ ગાળો આપી માથાકૂટ કરી તેવું કહી ઇમરાન જેડા નામના વ્યક્તી એ લોખંડ ના પાઇપ વડે મારા ભાઈ કર્નલ ઉર્ફે કનું લાડવાને માર મારવા લાગતા હું બચાવવા વચ્ચે પડતા અન્ય વ્યક્તિઓએ મને પણ આડેધડ ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસે આ બનાવમાં આ ફરિયાદ ના આધારે મોડી રાત્રીના મોરબી પાલિકાના વોર્ડ 1 ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય 6 જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ 323,324,325,143,147,148,149,34 તેમજ જીપીએકટની કલમ 135 હેઠળ નોંધ્યો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.