મોરબીની ઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કૂલ દ્વારા “ઇન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે “નારીત્વ”ની ઉજવણી કરવામાં આવેલી હતી. આ તકેજેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નારીશક્તિને ઉજાગર અને પ્રોત્સાહિત કરતા નાટક, માઇમ, સ્પીચ, ગીત, કવિતા અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા તદુપરાંત અતિથિ વિશેષમાંથી પીએસઆઇ આર. પી. રાણાસર દ્વારા નારીઓને સંબોધીને નારીઓને સમાન દરજ્જો મળે, તરુણાવસ્થામાં બાળકોની સાર સંભાળ કેવી રીતે રાખવી, બાળાઓને સુરક્ષા ઓ કેવી રીતે પૂરી પાડવી તથા પોલીસની મહિલા She Committee દ્વારા બાળાઓને સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
વધુમાં ઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કુલના પ્રિન્સીપલ સના કાઝી દ્વારા “Break The Bias” થીમ પર નારીઓને સમાન દરજ્જો અને વ્યવહાર મળે એ બાબત પર માર્ગદર્શન આપ્યું હતું.તથા ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી સુમંત સર પટેલ દ્વારા નારી સમાજને પોતાના વક્તવ્યમાં ખાસ સન્માન આપ્યું હતું. આ અવસરે અતીથી વિશેષમાં મોરબીની પોલીસ ટીમ (She Committee)ના પીઆઇ સાકરીયા મેડમ, પીએસઆઇ આર. પી. રાણાસર, મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જીગ્નેશ ભાઈ કૈલા, ડો. પૂર્ણિમાબેન ભાડેસીયા, ફાઉન્ડર ઓફ જૈન જાગૃતિ વુમન ગ્રુપ મોરબીના ખ્યાતિ બેન શેઠ, ફ્યુચર કિડ્સ પ્રિસ્કૂલના સંચાલક પ્રજ્ઞાબેન મહેતા, પી.જી. પટેલ કોલેજ પ્રિન્સીપાલ રવિન્દ્ર ભટ્ટ, સાર્થક વિદ્યામંદિર મોરબીના સંચાલક કિશોરભાઈ શુક્લ, સાયન્સ ડીપાર્ટમેન્ટ હેડ રવિન્દ્ર સર ત્રિવેદી કથા મોરબીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.