મોરબી જીલ્લાના, મોરબી તાલુકાના, જીકીયારી ગામ પાસેનો ઘોડાધ્રોઇ ડેમ નિર્ધારિત સપાટીએથી 90 %ભરાઈ જતા ફોકલ ઓફીસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ ના જણાવ્યા મુજબ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવનાર હોવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જીકીયારી ગામ પાસેનો ઘોડાધ્રોઇ ડેમ નિર્ધારિત સપાટીએ 90%ભરાઈ જવામાં હોઈ, આવક વધતા ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવાનો નિર્ણય લેવાઈ શકે છે જેથી ડેમની હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ચકમપર, જીકીયાળી, જીવાપર, જેતપર તથા મીંયાણા તાલુકાનાં સુલતાનપુર, માણાબા, ચીખલી, સાપર તથા રાપર ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.