કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ક્રિભકો ના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના રણમલપુર ગામે તા.૦૮/૦૯/૨૦૨૧ ના રોજ દાડમ ના પાક ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. વરું તથા ડીસા કેન્દ્રના ડૉ.પાવર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ સરડવા એ ખેડૂતોને દાડમના પાકના મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.