સુરત શહેરમાં ગત તા.૧૮ ઓગષ્ટના રોજ સુરતના એડવોકેટ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજા થતા મેહુલને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, આ સાથે જ સુપરવાઇઝર સાજન ભરવાડની સામે મારામારીનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે. બીજી તરફ વકીલની ઉપર થયેલા હુમલાને લઇને મોરબી જિલ્લા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે. મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં હતા. જોકે કોર્ટની કામગીરી યથાવત રહી છે. પરંતુ મોરબી બાર એસોિયેશનના દ્વારા ગઇકાલે કરવામાં આવેલ ઠરાવ મુજબ આજે કાર્યવાહીથી અળગા રહીને સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલ હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી.