બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ બીજલભાઈ ભુંભરિયા (ઉ.૪૫) લીલાપર ગામની ચોકડી ઉપર બળતણના લાકડા વેચવાનો ધંધો કરતા હોય ત્યાં આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણાના કહેવાથી આરોપી પ્રભુભાઈ બોરીચા આવેલ અને આરોપી ગૌતમ મકવાણાએ ફરિયાદી ગોવિંદભાઈને કહેલ કે આ પ્લોટ તેના સગા બીપીનભાઈ રાઠોડનો છે અને તેણે પ્રભુભાઈ બોરીચાને વહેચી દીધેલ છે આ પ્લોટમાં તું લાકડાનો ધંધો કેમ કરેશ અને પ્લોટ તે પચાવી પાડેલ છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી પ્લોટ ખાલી નહિ કરે તો તેને જાનથી મારી નાખવો છે અને એસટ્રોસીટીની ખોટી ફરિયાદમાં ફીટ કરી દેવો છે તેવી ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.