ગુજરાત સરકાર પ્રેરીત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેક્સીનેશન અભિયાન અંતર્ગત નવયુગ કોલેજ વેક્સીનેશન કેન્દ્રમાં તમામ વિદ્યાર્થીઓને વેક્સીન આપવામાં આવી
ગુજરાત સરકારના વેક્સીનેશન અભિયાનને વેગવંતુ બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેક્સીનેશન અભિયાનના સંદર્ભમાં ગઈકાલે નવયુગ કોલેજને કેન્દ્ર આપવામાં આવ્યું હતું. નવયુગ કોલેજ માં B.Sc, B.Ed, B.B.A, LL.B માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ગઈકાલે નવયુગ કોલેજના કેન્દ્રમાં વેક્સીનેશન કરવામાં આવ્યું હતું અને નવયુગ કોલેજે ૧૦૦% વેક્સીનેટેડ વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજ હોવાનું બહુમાન પ્રાપ્ત કર્યુ હતું. વેક્સીનેશન કરાવવા બદલ નવયુગ ગૃપ ઓફ્ એજ્યુકેશનનાં પ્રમુખ પી.ડી.કાંજીયાએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને તેઓ સમાજમાં વેક્સીનેશન બાબતે લોકોને જાગૃત કરે તેવું આહવાન કર્યુ હતું. આ તકે પી.ડી.કાંજીયાએ મોરબી નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગના હોદ્દેદારોનો આભાર માન્યો હતો