Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીનુ ગૌરવ: ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટમાં મોરબીના શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યાને...

મોરબીનુ ગૌરવ: ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટમાં મોરબીના શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યાને જ્યોતિષ મહામહોપાધ્યાયની પદવી એનાયત કરાઇ

રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન કેન્દ્ર લખનઉ તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા લખનઉમાં ભાતખંડે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના કલામંડપમ ઓડિટોરિયમ ખાતે ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના આચાર્યશ્રી જીગ્નેશભાઈ પંડ્યાને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું કે અનુસંધાને ત્યાં હાજરી આપતા આચાર્યશ્રી જીગ્નેશભાઈ પંડ્યા ને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બ્રજેશ પાઠકના હસ્તે જ્યોતિષ મહામહોપાધ્યાયની પદવી એનાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટ 2023માં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સી.એમ. બ્રિજેશ પાઠકજી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પંડિત કે એ દુબે ‘પદ્મેષ’, આચાર્ય ઇન્દુ પ્રકાશ(tv9), આર કે ચતુર્વેદી, ઉજ્જૈનના મહામંડલેશ્વર મદન વ્યાસજી, મહામંડલેશ્વરજી કિશોરજી તેમજ આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા મોરબીને વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ હતું. જેમાં ભારતના ગોલ્ડ મેડેલીસ્ટ જ્યોતિષ આચાર્યોને તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવેલું હતું. જેમાં અનેક વિષયો ઉપર ચર્ચાઓ થઈ હતી. તેમજ પંચાંગોનું એકીકરણ કેમ કરવું એ વિષય ઉપર શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશીવારાએ પોતાની વિદ્વતા પૂર્ણ શૈલીમાં રજૂઆત કરી હતી. જેમાં શાસ્ત્રી શ્રી જીગ્નેશ પંડ્યાને જ્યોતિષની સર્વોચ્ચ પદવી જ્યોતિષ મહામહોપાધ્યાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ આશ્વાસન આપ્યું કે બનશે એટલું પંચાંગ અને કેલેન્ડરને સમાવી એકબીજાનું એકીકરણ કરવાનો પ્રયત્ન કરીશું. શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશી વારાણસીની અંદર સાત વર્ષનો જ્યોતિષ સાહિત્ય તેમજ ભાગવતના વિષયો ઉપર અધ્યયન કરી બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર ગોલ્ડ મેડલિસ્ટ છે. તેમજ કાશી વિદ્વત પરિષદના આજીવન સદસ્ય છે. ગોવર્ધન પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યજી નિશ્ચલાનંદ સરસ્વતીના હાથેથી પણ સન્માન થયેલું છે. તેમજ ઇન્ડિયન એસ્ટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ સન્માનિત થયેલ છે. સાથે કાશી વિદ્વત પરિષદના જ્યોતિષ વિષયમાં આર્યભટ્ટ જ્યોતિષ તરીકેની પણ ઉપાધિ પ્રાપ્ત કરેલી છે અને હાલ લખનઉની અંદર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!