આરએસી ક્લબ દ્વારા દિવ્યાંગો માટે જાગૃતતા અધિવેશન અને પ્રતિભા શાળી દિવ્યાંગોના એવોર્ડ સન્માનનો કાર્યક્રમ રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો. આ તકે મોરબીના મનોદિવ્યાંગ જય ઓરિયાએ હાજરી આપતા તેઓનું એવોર્ડ થકી સન્માન કરાયું હતું. આ તકે રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં સમાનતા આધારિત વ્યવસ્થા માટે દિવ્યાંગોને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબીના મનોદિવ્યાંગને સ્થાન અપાયું છે.
મોરબીના 90 ટકા મંદબુદ્ધિ સાથે જન્મેલા સ્થિતી હતી જય ઓરિયાને ડોકટરોની સાચી સલાહ અને માર્ગદર્શન વડે સ્વીકૃતતા સાથે મનોવૈજ્ઞાનિક અભિગમ લથી સમયસર નું યોગ્ય વિશિષ્ટ તાલીમી શિક્ષણ મળતા તેમની અંદર રહેલી આંતરિક શક્તિ ઓ વડે સાચી કેળવણી થવા પામેલ છે.મહત્વનું છે કે મોરબીના જય ઓરિયાને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતા તેમની પ્રતિભા ઉપર પરિવાર સહિતનાઓએ ગૌરવની લાગણી અનુભવી છે.