Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર પાસે કારખાનેદારને માર મારી ૨.૯૫ લાખ પડાવી લીધા:સામસામી ફરિયાદ નોંધાઇ

મોરબીના રફાળેશ્વર પાસે કારખાનેદારને માર મારી ૨.૯૫ લાખ પડાવી લીધા:સામસામી ફરિયાદ નોંધાઇ

મોરબીમાં ગઈકાલે મોડી સાંજે કારખાને ઘરે આવતા સમયે રફાળેશ્વર પાસે ત્રણ શખ્સોએ ગાડી ભટકડી રોકી અને માર મારીને ૨.૯૫ લાખ જેટલાં રૂપિયા પડાવી લેતા ફરિયાદ નોંધાઇ છે. જ્યારે સામાપક્ષે પણ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવાઇ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વધુ વિગત મુજબ મોરબીમાં સીરામીક નું કારખાનું ધરાવતા રજનીભાઇ પરસોત્તમભાઈ સુરણી(ઉ.વ.૩૪) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ અને પ્રતિકભાઈ ભગવાનભાઈ વરમોરા(ઉ.વ.૨૫),પાર્થ કિરીટભાઇ દેત્રોજા (ઉ.વ.૨૫) કિરીટભાઈ કર્મશીભાઈ દેત્રોજા (ઉ.વ.૬૩) વાળા કાર નમ્બર જીજે-૨૧-બીએલ-૮૧૭૧ માં ૨.૯૫ લાખ જેટલી રોકડ રકમ લઈને જતા હતા તે દરમિયાન રફાળેશ્વર પાસે કાર નમ્બર જીજે-૩૬-એફ-૦૫૨૭ ના કાર ચાલકે રજનીભાઈની કાર સાથે કાર અથડાવી હતી બાદમાં પાંચ શખ્સો એ કાર પર પથ્થરમારો કરી ફરિયાદી પાસે રહેલા ૨.૯૫ લાખ ની રકમ લઈ લીધી હતી અને ફરિયાદી સહિત કારમાં બેઠેલા ચાર લોકોને ઢીકાપાટુ નો માર માર્યો હતો અને માથાના ભાગે પથ્થર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે સામાપક્ષે ગૌતમ મકવાણા નામના વ્યક્તિએ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રફાળેશ્વર પાસે સામેથી આવતા કારચાલક દ્વારા કાર રોંગ સાઈડમાં ચલાવી પોતાની ગાડી સાથે ભટકાડી અને બાદમાં કારમાં સવાર ત્રણ જેટલા શખ્સો એ ફરિયાદી ની સાથે કારમાં સવાર અન્ય ત્રણ લોકો સાથે બોલાચાલી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા અપશબ્દો કહીને ધોકા, તલવાર ધારીયા જેવા હથિયારો સાથે ફરિયાદી ને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી તાલુકા પોલીસ દ્વારા ખીમજીભાઈ ગઢવી અને દિપભા ગઢવી નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ બનાવ બન્યા બાદ મોરબી સીરામીક એસોસિએશન મોરબીના ૫૦૦ જેટલા ઉદ્યોગકારો સાથે મોરબી સિવિલ હોસ્પિટલે એકત્ર થયા હતા ત્યારે બાદ પૈસા પડાવનાર આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગણી સાથે મોડી રાત્રે એસપી ઓફીસ એકઠા થયા હતા.જ્યાં પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મધ્યસ્થી કરી તાલુકા પીઆઇ વિરલ પટેલ દ્વારા કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યા બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!