જેવી રીતે આપણા પરિવારની છત આપણા પિતા હોય છે.એવી જ રીતે કાચા મકાનની છત નળીયા હોય છે. તાઉતે વાવાઝોડાએ રાજ્યના ઉના, ગીર-સોમનાથ તથા અમરેલી સહિતનાં જિલ્લાઓમાં તબાહી મચાવી છે નાના ગામોમાં વાવાઝોડાના કારણે ઘણા લોકો ઘરવિહોણા બન્યાં છે ત્યારે પરશુરામ યુવાગ્રુપ-મોરબીનાં પ્રમુખ અને મોરબી વોર્ડ નંબર ૧૧નાં ભાજપના સક્રિય કાર્યકર્તા એવા નિરજભાઈ ભટ્ટ દ્વારા તેમનાં જન્મસ્થળ એવાં અમરેલીનાં ડેડાણ ગામે જેમના ઘરના નળિયાને નુકસાન થયું તેવા પરિવારોની વ્હારે આવી ૮૦૦૦ જેટલા નળિયાની સહાય કરી જન્મભુમિનું ઋણ અદા કરવામાં આવ્યું છે.
નિરજભાઈનો જન્મ અમરેલીનાં ડેડાણ ગામે થયો છે અને હાલ તેઓ મોરબીમાં સ્થાયી થયાં છે ત્યારે તાઉતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં જે તબાહી મચાવી છે તેના કારણે ડેડાણ ગામે ઘણાં લોકોનાં ઘરનાં નળિયાને નુકસાન પહોંચ્યું છે જે વાતની જાણ થતાં લોકોની પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ જન્મભૂમિનું ઋણ ચૂકવવાનાં તથા સેવાનાં આશયથી તેઓ તાત્કાલિક ૮૦૦૦ જેટલા નળિયા ડેડાણ ગામે પહોંચાડી ખુબજ ઉમદા કાર્ય કર્યું હતું અને સાચા અર્થમાં લોકોની વ્હારે આવી જન્મભૂમિનું ઋણ અદા કર્યું હતું.