Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : નવાપરામાં પ્લોટ ઉપર ઓરડી બનાવી જમીન પંચાવી પાડવાનો પ્રયાસ, લેન્ડ...

વાંકાનેર : નવાપરામાં પ્લોટ ઉપર ઓરડી બનાવી જમીન પંચાવી પાડવાનો પ્રયાસ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો ગુનો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેન્દ્રભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૬૬, ધંધો નિવૃત, રહે ગુજરાત હાઉસીગબોર્ડ મુખ્યમંત્રી ગૃહયોજનારંગોલીપાર્ક કવાટર્સ નં.બી/૮૦૧, મોટા મવા, રાજકોટ, મુળ વાંકાનેર પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી) એ આરોપી હસમુખભાઇ રૂખડભાઇ ચારોલીયા (રહે વાંકાનેર, ડો.દેલવાડીયા સાહેબના દવાખાનાની બાજુમા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ ફરીયાદીની માલીકીનો વાંકાનેરના નવા પરામાં ડોકટર દેલવાડીયાના દવાખાનાની બાજુમા આવેલ પ્લોટ નં. ૯ ચોરસવાર ૨૦૦-૦૦માં અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કરી ઉપયોગ કરી નાની ઓરડી બનાવી લઇ અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીનમાંથી દબાણ દુર કરવા ફરીયાદીએ કહેલુ તેમ છતા કબજો ન છોડતા અંતે તેઓએ આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી એમ. આઇ. પઠાણ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!