મોરબીના શકતશનાળા ગામે રહેતા આધેડને ‘તારે ઉછીના લીધેલ રૂપિયા ક્યારે આપવા છે’ તેમ કહી આરોપીએ લાંફો ચોડી દીધાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર શકતશનાળા ગામે વિનોદભાઇ કાનજીભાઇ ચાવડા પોતાના સસરાના ઘર પાસે રામામંડળ જોતા હતા આ દરમિયાન આરોપી પ્રહલાદસિંહ અર્જુનસિંહ દરબારે ત્યાં જઇ આધેડને બહાર બોલાવી મારા પપ્પાને તમારૂ કામ છે તેમ કહી પોતાની બાઈક મારફતે માર્કેટયાર્ડ લઇ જતા હતા આ વેળા આરોપી પ્રહલાદસિંહે વિનોદભાઇને કહું કે મે તને ઉછીના આપેલ છે તે રૂપીયા તારે કયારે આપવાના છે. તેવું જણાવ્યું હતું જેથી આધેડે હાલ પોતાની પાસે ન હોય સગવડ થશે ત્યારે આપી દઇશ એવુ જણાવ્યું હતું.આથી આરોપીએ ઉશ્કેરાઇ જઇ આધેડને ફડાકો ઝીંકી દીધો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે આધેડ વિનોદભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.