મોરબી જિલ્લામાં લાંબા સમયથી અંગ્રેજી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી લાવી વેચાણ હોવાના ગુન્હામાં સંડોવાય બે માથાભારે બુટલેગરને પોલીસે પાસા તળે ડીટેઇન કરી અલગ – અલગ જેલ હવાલે કર્યા છે.
મોરબી જિલ્લામાં ઘણા લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ પાસ તળે કાર્યવાહી કરવા અંગેની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે મોરબી એલસીબી પોલીસ કર્મચારીઓની અલગઅલગ ટીમો બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી બુટલેગર યશપાલસિંહ ઘનુભા જાડેજા (ઉ.વ. ૨૨ રહે . ખાનપર તા.જી.મોરબી) અને બુટલેગર સમીરભાઇ આદમભાઇ દલપોત્રા (ઉ.વ.૨૭ રહે. વાલાસણ તા.વાંકાનેર જી.મોરબી) બન્ને ગુનેગારોને પાસા અધિનિયમ હેઠળ પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત તથા જીલ્લા જેલ પોરબંદર હવાલે કરવામાં આવેલ છે.