ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. જેમાં મોરબી જિલ્લામાં સરેરાશ ૧૧.૨૬% મતદાન નોંધાયું છે.
લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયુ છે. મોરબીમાં સાતના ટકોરે મતદાનની શરૂઆત થઇ ગઇ હતી. લોકો બૂથ પર પહોંચી ગયા હતા. સવારથી જ લાઇનો લાગી હતી. જેમાં મોરબી વિધાનસભામાં ૧૦.૪૦%, ટંકારા વિધાનસભામાં ૧૧.૬૫% તથા વાંકાનેર વિધાનસભામાં ૧૧.૭૮% મળી મોરબી જિલ્લામાં સરેરાશ ૧૧.૨૬% મતદાન નોંધાયું છે. જેમાં અત્યારસુધીમાં કુલ 65161 પુરુષો તથા 28353 મહિલાઓ મળી કુલ 93514 લોકોએ મતદાન કર્યું છે.