મોરબી પોલીસ દ્વારા હાલ બિપરજોય વાવાઝોડા ના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે આવા કપરા સમયે મોરબી પોલીસ દ્વારા મોરબી માળીયા ના દરિયાઈ કિનારા વિસ્તારમાં કોંબીગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બિપરજોય વાવાઝોડાના પગલે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે અને હેડ કવાર્ટર ના છોડવા ની સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે સાથે મોરબી એલસીબી અને મોરબી એસ ઓજી સહિત મોરબી તાલુકા પોલીસ,માળીયા મીયાણા અને એ ડિવિઝન ,બી ડિવિઝન,ટ્રાફિક શાખા મળી કુલ 16 થી વધુ અધિકારીઓ સાથે 150 થી વધુ પોલીસકર્મીઓની ટીમ ખડેપગે રાખવામાં આવી છે.જેમાં મોરબી પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આવ લોકો માટે શાળા અને સામજીક વાડીઓ તેમજ અન્ય નક્કી કરેલા આશ્રયસ્થાનો પર ખસેડવા અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મોરબી માં વાવાઝોડાના પગલે તંત્રના કહેવા મુજબ હાલ ૧૫૮૦ થી વધુ લોકોનું સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સાથે સાથે જે લોકો હજુ પોલીસના સંપર્ક માં નથી તેઓ સુધી પોલીસ પહોંચી અને તમામ વ્યવસ્થા કરી રહી છે ત્યારે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પણ લોકોને બને ત્યાં સુધી આગાહીના સમય દરમ્યાન જીલ્લા કલેકટરે કરેલા જાહેરનામા નો કડક પણે અમલ કરવા અને દરિયાઈ વિસ્તારમાં ના જવા અપીલ કરી છે સાથે સાથે મોરબી પોલીસની કોઈ પણ જરૂર પડે તો મોરબી જીલ્લા કા કંટ્રોલ રૂમ ૦૨૮૨૨ ૨૪૩૪૪૮ પર અથવા નજીક ના પોલીસ મથકનો સંપર્ક કરે અને ખોટી અફવાઓ ના આવે એટલું જ નહિ ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો થી દુર રહે અને આવું કોઈ અફવા ફેલાવે તો તેની જાણ પોલીસને કરે સોશ્યલ મીડિયાને દુરુપયોગ કરી ખોટી અફવાઓ ફેલવવો ગુનો છે જો કોઈ ઇસમ એવું કૃત્ય આચરશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આગામી ત્રણ દિવસ મોરબી ના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે કપરા છે જેથી લોકો સાવચેત રહે અને નાના માં નાની વાત હોય તો પોલીસનો સંપર્ક કરે તે અત્યંત જરૂરી છે હાલ પોલીસે ટ્રાફિક શાખા અને પોલીસની તમામ ટીમોને લોકોને બને ત્યાં સુધી ઓછી તકલીફ પડે તેમ સલામત સ્થળે ખસેડવા ની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપેલ છે.