Monday, January 13, 2025
HomeGujaratસૂરજબારી પુલ પર એસટી બસ હડફેટે ૫૦ થી વધુ ઘેટાના કમકમાટીભર્યા મોત

સૂરજબારી પુલ પર એસટી બસ હડફેટે ૫૦ થી વધુ ઘેટાના કમકમાટીભર્યા મોત

રાજ્યભરમાં એસટી, સીટી બસ અને BRTSના ડ્રાઈવરો બેફામ બની ગયા છે. માળીયા મી નજીક સૂરજબારી પુલ પર એસટી બસે અકસ્માતની સર્જતા સતત ત્રીજા અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ૫૦ થી વધુ ઘેટાના મોત નિપજ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી નજીક સતત ત્રીજા દિવસે અક્સ્માતનો બનાવ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં માળીયા મી નજીક આવેલ સૂરજબારી પુલ પર એસટી બસનાં ડ્રાઈવરની બેદરકારીના કારણે એસટી બસ હડફેટે ૫૦ થી વધુ ઘેટાના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દાહોદ-ભુજ-કચ્છ રૂટની GJ 18 Z 8031 નંબરની એસટી બસ હેઠળ વેહલી સવારે ઘેટાનું ટોળું કચડાયું હતું. જેના પગલે માલધારી માથે આભફાટયાં જેવી સ્થિતિ સર્જાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!