Friday, April 26, 2024
HomeGujaratટંકારા શહેરના લક્ષ્મીનારાયણ મંદિર નજીક આવેલા ખોડીયાર મઢ ની બોરડી મા એકસો...

ટંકારા શહેરના લક્ષ્મીનારાયણ મંદિર નજીક આવેલા ખોડીયાર મઢ ની બોરડી મા એકસો થી વધુ ચકલીનો વાસ

જીવદયા પ્રેમી યુવકો દ્વારા પક્ષી માટે સવાર સાંજ ચણ બપોરે સ્વાદિષ્ટ ભાણુ અને પક્ષી ને પ્રિય સ્વિમિંગપૂલ  પણ બનાવ્યો છે.

- Advertisement -
- Advertisement -

અહી એક અલાયદું બાગ પણ તૈયાર કર્યુ છે જેમા ખિસકોલી નો ખિલખિલાટ, પોપટ નુ મિઠુ મિઠુ સહિત અનેક પંક્ષી નો એકી સાથે સંપ થી વસવાટ કરતાં જોવા મળે છે. માતાના મઢ ખાતે બેસી દર્શનાર્થી વિશ્રામની અનુભુતી કરે છે

ટંકારા ના મધ્ય મા બિરાજમાન ગામધણી લક્ષ્મીનારાયણ મંદિર ની બાજુ મા આવેલ આઈ શ્રી ખોડિયાર માતાના મઢ ખાતે ની કાંટાળી બોરડી મા ૧૦૦ થી વધુ ચકલી ઉપરાંત ખિસકોલી, કાબર, પોપટ સહિત ના પક્ષીઓ હળીમળીને વસવાટ કરે છે. જ્યા સવાર, બપોર ને સાંજ પંક્ષી ના કલરવ થી વાતાવરણ રીતસર નુ ગુંજી ઉઠે છે

પંક્ષી માટે અહીના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે જેમા સવારે સાંજે ચણ, બપોરે સ્વાદિષ્ટ ભાણુ આપવામા આવે છે જેમા રાંધેલા ભાત, મિઠાઈ, ફરસાણ સહીત ની વાનગી પિરસાઈ છે અને એકી સાથે ઝુંડ મા એકસો થી વધુ ચકલી ભય કે ડર વિના ભોજન આરોગે છે, આ ઉપરાંત અહી સોના મા સુગંધ ભળે એવો બાગ પણ બનાવ્યો છે, ચણ માટે નો ચબૂતરો, પાણી ની કુડી તદ્ઉપરાંત ચકલી ને પ્રિય નાહવા માટે નુ સ્વિમિંગ પુલ પણ બનાવ્યુ છે જ્યા માતાજી ના મંદીરે બોરડી મા નિર્ભય પણ વસવાટ કરી ચકલી ને પંક્ષી કિલકિલાટ કરતા જોવા મળે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!