Thursday, April 25, 2024
HomeGujaratમોરબી પોલીસની જુગારધામ પર તવાઈ : ૧૨ પત્તા પ્રેમીઓ ઝડપાયાં

મોરબી પોલીસની જુગારધામ પર તવાઈ : ૧૨ પત્તા પ્રેમીઓ ઝડપાયાં

મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે સામાકાંઠે અલગ-અલગ સ્થળોએ જાહેરમાં જુગાર રમતા 12 શખ્સોને પકડી પાડ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી બી ડિવિજન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીમાં સો ઓરડી વિસ્તારમાં માળીયા સોસાયટી પાસે કાલીકા નળીયાના કારખાના પાસે જુગાર રમતા બેચરભાઇ છગનભાઇ ચાવડા, કીશોરભાઇ નરસીભાઇ બાબરીયા, દેવાભાઇ પુંજાભાઇ પરમાર અને ગોવીંદભાઇ લાખાભાઇ ચાવડાને રોકડ રૂ. 3,900 સાથે ઝડપી લીધા હતા. તેમજ આ જ સ્થળે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા કરશનભાઇ રવજીભાઇ બોસીયા, કરશનભાઇ ચકુભાઇ સોલંકી, રમેશભાઇ નાનજીભાઇ પરમારને રોકડા રૂ. ૨,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત વીસીપરા વાડી વીસ્તાર પાસે રોડ ઉપર જુગાર રમતા જુમાભાઇ આમદભાઇ જંગીયા, હુસેનભાઇ ગફુરભાઇ માલાણી, રહેમાનભાઇ નુરમામદભાઇ હાલાને રોકડા રૂ. ૩,૫૦૦ સાથે ઝડપી લીધા હતા અને વીસીપરા ચાર ગોદામ પાસે રોડ ઉપર જુગાર રમતા અલીભાઇ હુશેનભાઇ કટીયા, ફીરોઝભાઇ આમીનભાઇ ભટ્ટીને રોકડા રૂ. ૨,૯૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!