ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2023 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. જેની હાલમાં થોડા સમય પહેલા જ પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં મોરબી જિલ્લાના 5837 વિર્દ્યાર્થિઓએ ભાગ લીધો હતો. જેમાંથી 3052 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જયારે 2785 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.