Wednesday, January 22, 2025
HomeNewsTankaraમોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની...

મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના

જયેશ ભટાસણા ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

આ ગણેશ સ્થાપનાની ખાસ બાબત એ છે કે ટંકારામા ગણપતિ ઉત્સવ હજુ એટલો પ્રચલિત ન હતો ત્યારે પરીવારના દિકરીબા બ્રમેશ્ર્વરીબા જાતે જ એમની ગણેશ ભગવાન પ્રત્યેની ભાવના પ્રગટ કરવા જાત કારીગરીથી પોતાના ઘેર નાનો પંડાલ ઉભો કરી ૯ દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે લંબોદરની પાટે પધરામણી કરતા આવ્યા છે. સાથે ગણેશ ઉત્સવની શરૂઆત કરી તેને આ ૧૨મુ વર્ષ છે. પ્રકૃતિ માટે ધાતક રંગો અને પિઓપીની હાનિકારક આડઅસરો જાણી બા એ માટીના ગણેશજીનુ ધરે જ સર્જન કરી તેમા કુદરતી રંગો પુરી બાપ્પાનુ સ્થાપન કરવાનુ નક્કી કર્યું. કુદરતી શ્રિગાર કરી જાતે જ ગણેશની સુંદર મુર્તી હાલ દર્શનાર્થે સ્થાપિત કરી છે જે દર્શન કરનારના હૃદયમા બિરાજમાન થઇ જાય છે. અહીંયા દરરોજ સવાર-સાંજ આરતી, દિપ માળા અને ભોગ ધરી વિઘ્નહર્તા દેવના ગુણગાન ગવાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!