હળવદ તાલુકાના રાયસંગપુર ગામે ચાલતા રોડનું કામ સરખું કરવાનું કહેતા માતા પુત્રને બે શખ્સોએ ધોકાવી બેફામ વાણી વિલાસ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાયસંગપુર ગામે રહેતા વિનોદભાઇ ઉર્ફે ટીનાભાઇ કાનજીભાઇ ચૌહાણના ઘર નજીક રોડનું કામ ચાલુ હતું.જ્યાં ખાડો હોવાથી વિનોદભાઇના માતાએ રોડનું કામ સરખુ કરવાનું કહેતા આરોપી દીનેશભાઇ પ્રેમજીભાએ માતાને ગાળો દઇને પાટુમારી પાડી દીધી હતી જેમાં વિનોદભાઇ આ બાબતે આરોપી દીનેશભાઇ પ્રેમજીભાઇ સાથે વાતચીત કરવા જતા દીનેશભાઇ પ્રેમજીભાઇ તથા કુલદીપભાઇ દીનેશભાઇ (રહે.બંન્ને મયુરનગર તા.હળવદ જી.મોરબી)એ બેફામ વાણી વિલાસ આચરી લાકડાનાં ધોકાના ચાર-પાંચ ઘા અને મારી મુંઢ ઇજા કરી તેમજ લોખંડની પાઇપનો એક ઘા ડાબા હાથ ઉપર મારી હાથમાં મુંઢ ઇજા કરી બંન્નેએ જેમ ફાવે તેમ ગાળો દઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિનોદભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪ તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.