મોરબીના મહેન્દ્રનગર રામધન આશ્રમ નજીક મચ્છુ નદીમાં એક મહિલા ડૂબ્યા હોવાનું માહિતી મળતાની સાથે મોરબી ફાયર વિભાગ ની ટીમ અને ની ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં તપાસ કરતા આ મહિલાનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.
જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલાનું નામ વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨) હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિજનોને પણ આ બાબતની જાણ કરતા તેઓ પણ પોલીસ મથકે પહોંચી ગયા હતા. જેમાં મોરબી શહેર બી ડિવિઝન પોલીસને પ્રાથમિક તપાસમાં મહિલા એ પુત્ર ને દેવું થઈ જતાં આર્થિક ભીંસ થી કંટાળી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતું .જો કે આ બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે ત્યારે આવવા બનાવો અવાર નવાર બને છે જેને લીધે અનેક પરિવાર ના માળા વખાઈ જતાં જોવા મળે છે ત્યારે લોકો મોતનો રસ્તો પસંદ નાં કરી અને નજીક માં પોલીસમથક નો સંપર્ક કરે તો યોગ્ય રસ્તો નીકળી શકે છે.કેમ કે મોત પસંદ કરવું એ કોઈ સમસ્યાનો હલ નથી હોતો હાલ સામાન્ય પરિવારમાં એક મહિલાના મોત થી ઘરમાં એક માતા પત્ની ની ખોટ સદાય રહેશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.