માળીયા: બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે ૧૦-ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડના નવાગામ સબ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં ખાસ મોટીબરાર ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ ડાંગર, આરોગ્ય કેન્દ્ર માંથી મેહુલભાઈ બકુત્રા (MPHW) અને સાધનાબેન પટેલ (FHW) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓને આજના દિવસની ઉજવણી દરમ્યાન કૃમિ વિશે અને તેના કારણે થતા રોગોની વિગતવાર માહિતી આપી અને “આલબેન્ડાઝોલ” દવા આપવામાં આવી હતી.