Friday, January 10, 2025
HomeGujaratમતદાર જાગૃતિ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમઓયુ સાઈન કરાયા

મતદાર જાગૃતિ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમઓયુ સાઈન કરાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેક્ટર કે.બી.ઝવેરી અધ્યક્ષસ્થાને મોરબીના ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાની અગત્યની સંસ્થાઓને આવરી લઈને અસરકારક મતદાર જાગૃતિ માટે એમઓયુ કરવાનો કાર્યક્રમ મોરબી કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેક્ટર કે.બી.ઝવેરી તેમજ અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચરએ તમામ સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો પ્રતિનિધિઓને આવકારીને આગામી ચૂંટણી પર્વમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં મતદાર જાગૃતિ કામગીરીમાં ચૂંટણી તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યૌગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો, શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે હેતુથી એમઓયુ કરવાનું આયોજન કરાયું છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું. જેમાં મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(વીટ્રીફાઈડ ટાઈલ્સ વિભાગ), મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(વોલ ટાઈલ્સ વિભાગ), મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(ફ્લોર ટાઈલ્સ વિભાગ), મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(સેનેટરી વિભાગ), પેપર મિલ એસોસિએશન તથા સીમ્પોલો ટાઈલ્સ પ્રા. લી., વરમોરા ગ્રેનીટો પ્રા. લી. વેગેરે કુલ ૨૭ સીરામીક યુનિટો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!