Sunday, May 19, 2024
HomeGujaratમાળિયા મી.ના વેણાસર ગામે હત્યા :પોલીસ તપાસ શરૂ

માળિયા મી.ના વેણાસર ગામે હત્યા :પોલીસ તપાસ શરૂ

માળિયા મી. ના વેણાસર ગામે આજે બપોરે હત્યાનો બનાવ બન્યો છે ઘટનાની જાણ થતાં જ માળિયા મી.પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

માળિયા મી.ના વેણાસર ગામે સિમ વિસ્તારમાં આજે બપોરે બે યુવાનો વચ્ચે માથાકૂટ થતા બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો જેમાં વેણાસર સિમ વિસ્તારમાં સુનિલ લાભુ કોરડીયા નામના યુવાન રણજીત મહિપત કુંવરિયા નામના કોળી યુવાન પર કાર ફેરવી દેતા રણજીત નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયાંરે અન્ય એક વ્યક્તિ સાથે હતો તે ઇજાગ્રસ્ત થતા સારવાર માં ખસેડવામાં આવ્યો છે ઘટનાંની જાણ થતાં જ માળિયા મી.પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સાહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર તમામ યુવાનો દારૂની મહેફિલ માણવા બેઠા હતા જેમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકતા સુનીલ આવેશમાં આવી રણજીત પર તૂટી પડ્યો હતો જેમાં યુવાન રણજીતનું મોત નીપજયુ હતું જો કે આખી ઘટનાની સત્તાવાર માહિતી માળિયા મી. પોલીસ ગુનો દાખલ કરે ત્યારબાદ જ જાણવા મળશે હાલ પોલીસે વિધિવત તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!