મોરબી તાલુકાના કેરાળી ફાટસર ચોકડી નજીક અજાણ્યા વ્યક્તિની હત્યા કરી સળગાવી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની માહિતી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના પગલે મોરબી તાલુકાના ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોઢાણીયા અને ડી સ્ટાફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પ્રાથમિક દ્રષ્ટિ એ અજાણ્યાં ઈસમને તીક્ષ્ણ હથિયાર નાં ઘા ઝીંકી બાદમાં મૃતદેહને સળગાવી દીધી હોવાનું બહાર આવ્યું છે.
મોરબી એક્ઝ્યુંક્યુટીવ મેજિસ્ટ્રેટ તાલુકા મમલતદાર નિખિલ મહેતાએ સ્થળ પર જઈ અને પંચનામુ કરી ઇન્કવ્યેસ્ટ ભર્યું છે અને આ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહને પીએમ અર્થે પ્રથમ મોરબી સિવિલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે આં ઘટનામાં હાલ મોરબી તાલુકા પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે જેમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવશે સાથે સાથે મૃતદેહ કોનો છે તેના પરિવારની શોધખોળ પણ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.