વાંકાનેરના નવાપરા ખડીપરામાં રહેતા ૨૬ વર્ષીય યુવકે પોતાના રહેણાક મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલી અપમૃત્યુની ઘટનામાં નિતીનભાઈ દિલીપભાઈ ગોહેલ ઉવ.૨૬ રહે. નવાપરા ખડીપરા વાંકાનેર વાળાએ ગઈકાલ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






