Sunday, January 5, 2025
HomeGujaratમોરબી, માળીયા મિયાણામાં ભેદી ધડાકાઓથી લોકોમાં ગભરાહટનો માહોલ

મોરબી, માળીયા મિયાણામાં ભેદી ધડાકાઓથી લોકોમાં ગભરાહટનો માહોલ

મોરબી તાલુકા અને માળિયા મીયાણા પંથકમાં ભેદી ધડાકાઓ સંભળાતા લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો.બીજી તરફ તંત્રએ ધડાકા પાછળનું કારણ જાણવાની દિશામાં કવાયત આદરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાનાં માનસર,જેપુર,ખાખરાળા, ખેવારીયા સહિતના ગામો અને માળિયા મીયાણાના દરિયા કિનારાના નવલખી, તરઘરી, બોડકી, નાના દહીંસરા, મોટા દહીંસરા,નાના ભેલા,દેરાળા, મેઘપર સહિતના ગ્રામ્ય પંથકમાં ભેદી ધડાકાઓ સંભળાયા હતા. તીવ્ર ધડાકાઓને પગલે લોકો ડર પેદા થયો હતો. આ અંગે માળિયા મામલતદાર દ્વારા આ ભેદી ધડાકા અર્થકવેક અથવા ફાઇટર વિમાનની ટ્રેનિંગ દરમ્યાન કરવામાં આવતી કવાયતના હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ ધડાકા પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર ન આવતા માળિયા મામલતદારની ટીમે આ ધડાકાનું તટસ્થ કારણ જાણવા તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!