Friday, November 22, 2024
HomeNewsMorbiમોરબીમાં પાડોશમાં રહેતા યુવાને પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કરનાર નરાધમ રવિ...

મોરબીમાં પાડોશમાં રહેતા યુવાને પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કરનાર નરાધમ રવિ બધેલ પોલીસ પકડમાં : પોલીસે વિધિવત કાર્યવાહી શરૂ કરી

મોરબીમાં જાણે મનાવતા મરી પરવારી હોય તેવું જઘનય કૃત્ય કરનારા નરાધમ રવી બુધેલને લોકોને સોંપી દેવા સોશ્યલ મીડિયા મા પોલીસને અપીલ : પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ યુવકને પકડી વિધિવત કાર્યવાહી શરૂ કરી.

- Advertisement -
- Advertisement -

 

મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે મોરબીમાં ગઇકાલ મોડી સાંજે સામાકાંઠા વિસ્તારમાં આવેલા લાભનગરમાં રહેતા અને કલરકામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રવિ પરમસુખ બધેલ નામના વિસ વર્ષના નરાંધામ યુવાને પાડોશમાં રહેતાં પરિવારની પાંચ વર્ષની માસૂમ બાળકીને ફોસલાવી સોસાયટીમાં આવેલા મંદિર નજીક લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું બાદમાં બાળકી તેના ઘરે જતાં બાળકીને જોતા પિતાને બાળકી સાથે કંઈક અજુગતું બન્યું હોવાનું જાણવા મળ્યું હતું જેથી પિતા તુરંત બાળકીને લઈને મોરબી સીવીલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા બાદમાં આ બનાવની જાણ મોરબી સીટી બી ડીવીઝન પોલીસને થતા પીએસઆઇ આર બી ટાપરિયા સહિતનો પોલીસકાફલો સિવિલ હોસ્પિટલ બાદમાં રાજકોટ મેડિકલ હોસ્પિટલ બાળકીને સારવાર માં લઇ ગયો હતો જેમાં રાજકોટ મેડિકલ કોલેજ ખાતે બાળકીને મોડી રાત્રીના સારવારમાં લઇ ગયા બાદ મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળતા પોલીસે બાળકીને રાજકોટ મેડિકલ હોસ્પિટલ સારવારમાં રાખી બાળકીના પિતાની ફરિયાદ નોંધી તુરંત જ પાડોશમાં રહેતો વીસ વર્ષનો યુવાન રવી પરમ સુખ બધેલની અટકાયત કરી અને કોરોના ટેસ્ટ કરવાયા બાદ કરી હતી બાદમાં નરાધમ યુવાનને લઈને પોલીસે ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું જો કે આ સમગ્ર ઘટનાથી મોરબીમાં હાહાકાર મચી જવા પામ્યો છે તોઅને આરોપી યુવક પર લોકોની ફિટકારની લાગણી વરસી રહી છે હાલ પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી કાકાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.તો સોશ્યલ મીડિયામાં પણ આ નરાધમ યુવક ને લોકોને સોંપી દેવા પણ માંગણી કરવામાં આવી રહી છે જેમાં બી ડીવીઝન પોલીસે આ આરોપીની બપોરે ધરપકડ કરી વિધિવત કાર્યવાહી શરૂ કરી દીધી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!