Wednesday, December 25, 2024
HomeGujaratનવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ નવયુગ કિડ્સ તેમજ નવયુગ પ્રીસ્કૂલના બાળકો અને પેરેન્ટ્સ મન...

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ નવયુગ કિડ્સ તેમજ નવયુગ પ્રીસ્કૂલના બાળકો અને પેરેન્ટ્સ મન મૂકીને ગરબે રમ્યા

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ,નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલ દ્વારા RATRI BEFORE NAVRATRI નું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ – રામોજી ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં નાના નાના ભૂલકાઓ તેમજ પેરેન્ટ્સે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે રમીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ,નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ,ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા , કિરીટભાઈ ફુલતરીયા તીર્થક ગ્રુપ, નિલેશભાઈ રાણીપા DDO મોરબી, હિરલબેન વ્યાસ DY. DO.મોરબી, સીરામીક એસોશીએશન ના પ્રમૂખ વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, કિરીટભાઈ ઓગણજા તેમજ જીતુભાઇ એરવાડીયા(સ્પાઇસ ગ્રુપ) , હંશરાજભાઈ ગામી(સ્વારંગન સ્ટુડિયો), રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ દિનેશભાઇ વડસોલા ડૉ. હડીયલ તેમજ નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નાના નાના ભૂલકાઓને ગરબે રમતા જોઈને પ્રફુલ્લિત થઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ડૉ.દીપકભાઈ અઘારા, મયુરીબેન કોટેચા તેમજ પંકજભાઈ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. બાળકો તેમજ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈ નિર્ણાયકો પણ દંગ રહી ગયા હતા.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહા ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહેમાનના હસ્તે બાળકો અને પેરેન્ટ્સને પણ ઇનામોથી નવાજ્યા હતા તેમજ નવયુગ માટે દરેક બાળક સ્પેશ્યલ છે તેથી ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા. અલગ અલગ કેટેગરીમાં બાળકો અને પેરેન્ટ્સ વિજેતા જાહેર થયા હતા, જેમાં. Princess – Janya Kanani,Princess (runner-up) Aarvi Santoki, Prince – Aghara Mantra,Prince (runner-up)– Mihit Patel,Well Dress Playgroup – Meera Bhalodiya, Parv Pandit,Nursery – Zainab Bharma, Prahan Mirani,Junior KG – Yana Makasana, Snaaru Shirvi,Senior KG – Navya Gohel, Arya Patel,Well Play Playgroup – Krishi Chatrola,Nursery – Ritika Popat, Atharv Patel,Junior KG – Jayanti Dave , Naitrik Vadgama,Senior KG – Dhrity Desai, Priyansh Kadecha,Well Dress Parents Mom – Alpaben Shirvi, Bhumiben Bhalodiya,Well Play Parents Mom – Meghnaben Pandit, Dipikaben Kachrola, Urvashiben Kasundra,Dad – Ashish Kasundra,Best Couple Chiragbhai Parmar-Swatiben Parmar

ઉપરના તમામ વિજેતાઓને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન ના સુપ્રીમો પી. ડી. કાંજીયા અને સમગ્ર નવયુગ પરિવાર દ્વારા  ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામા આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કરીઅર અકેડમીના ડાઇરેક્ટર દુષ્યંત પટેલ, પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પરેચા,વાઇસ પ્રિન્સિપાલ રશ્મિ મેમ,નેહામેમ તેમજ તમામ ટીચર્સે એ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!