Monday, April 29, 2024
HomeGujaratનવયુગ શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થીઓનો ઓદ્યોગિક પ્રવાસ યોજાયો

નવયુગ શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થીઓનો ઓદ્યોગિક પ્રવાસ યોજાયો

મોરબીની નવયુગ કોમર્સ સ્કૂલ વિરપરના પ્રમુખ પી.ડી કાંજિયા સરના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં શાળાના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને ઓદ્યોગિક વિઝીટ સંદર્ભે રાજકોટ સ્થિત ‘ગોપાલ નમકીન’ ની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

કોમર્સમાં અભ્યાસક્રમમાં માત્ર થીયરીકલ જ્ઞાનને બદલે પ્રેક્ટીકલ જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તેવા હેતુથી આ મુલાકાત યોજવામાં આવી હતી આજના સ્પર્ધાના યુગમાં સારા મેનેજમેન્ટ અને કાર્ય પદ્ધતિ માટે આવી મુલાકાતો ઉપયોગી બને છે. જેથી નવયુગ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમ યોજે છે જેના ભાગરૂપે ગોપાલ નમકીન રાજકોટ ની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કંપનીની વિવિધ પ્રોડક્ટ્સ વિષે માહિતગાર કર્યા હતા. મુલાકાત દરમિયાન હાલની આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને તેનું પેકિંગ કેવી રીતે કરવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓએ મેળવી હતી.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ગોપાલ નમકીનની પ્રોડક્ટના રો મટીરીયલથી તેમનું પેકેટ તૈયાર થવા સુધીની દરેક પ્રક્રિયા કંપનીના HR અધિકારી પ્રતીક પટેલ તેમજ હિરલબેન દવે દ્વારા સમજાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!