મની ટ્રાન્સફર ના રૂપિયા ભરેલા થેલાને લૂંટી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવેલા ઈસમોએ લૂંટ ચલાવી હોવાનું યુવાનનું રટણ
મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર 4 વાગ્યાની આસપાસ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી લૂંટારુઓ નાસી છૂટ્યા નો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના પીપળી રોડ ઉપરથી પસાર થતા આશીષસિંહ વાઘેલા નામના વ્યક્તિએ મોરબી પોલીસને જાણ કરી લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું જેમાં યુવાનના જણાવ્યા અનુસાર લૂંટારુઓ કાળા કાચ વાળી સફેદ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા હતા અને ભોગબનનારને આંતરીને અચાનક જ આંખમાં મરચું છાટી તેની પાસે ૭,૮૪,૫૦૦/- જેટલા રૂપિયા ભરેલો થયેલો લૂંટી નાસી છૂટ્યા હતા યુવક મની ટ્રાન્સફર નું કામ કરતો હોય નાણાં તેની પાસે રૂપિયા હોવાની માહિતી અજાણ્યા ઈસમો પાસે હતી જેથી આ માં કોઈ જાણ ભેદુ હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે જો કે આ ઘટના બની એ હાઈ વેપર હોવાથી આજુબાજુ કોઈ સીસીટીવી ન હોવાથી પોલીસે હાલ મોરબી શહેરના આઉટ અને ઇન ગેટના સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે ત્યારે હાલ ભોગબનનાર યુવકનું પણ ઘટનાનું નિવેદન લઈ આગળની તપાસ મોરબી પોલીસે હાથ ધરી છે.ત્યારે ખરેખર લૂંટ થઈ છે કે નહીં? થઈ છે તો કેટલાની થઈ છે ? કોના દ્વારા થઈ છે.? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા હાલ લૂંટમાં નીચે ની લીટીમાં મોરબી પોલીસે હાલ આજુબાજુના જીલ્લાઓમાં આ લુંટ વિશે માહિતગાર કરી નાકાબંધી કરી જુદી જુદી ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.