Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં રવાપર રોડનાં નરસંગ મંદિર પાસેનો સી. સી. રોડ મંજુર

મોરબીનાં રવાપર રોડનાં નરસંગ મંદિર પાસેનો સી. સી. રોડ મંજુર

મોરબી રવાપર રોડ ઉપર નરસંગ મંદિર પાસે ટ્રાફિકનાં સતત ભારણ અને ભારે વાહનોની અવરજવર ને ધ્યાને લઈ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ આ નરસંગ મંદિર પાસે સી. સી. રોડની નાયબ મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી કરતા નાયબ મુખ્યમંત્રી દ્વારા રૂ. ૫૦ લાખ નાં ખર્ચે આ રોડ બનાવવા માટે મંજુરીની મહોર લગાવવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

અત્રે ઉલ્લેખનીય રહેશે કે મોરબી નગરપાલિકા અને જીલ્લા પંચાયતની હદનાં ત્રિભેટે આ રસ્તો મંજુર કરાયો છે જેનું કામ તાકીદે માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરી પુરુ કરવામાં આવશે. આ સી.સી. રોડ વાહનચાલકો માટે વધુ ઉપયોગી પુરવાર થશે અને ટ્રાફિક સમસ્યાનો પણ હલ આવશે. આ રોડ બનાવવા નવા ચુંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને નવનિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સમક્ષ કરાયેલી માંગ સાકાર થતા આસપાસની સોસાયટીનાં રહેવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!