Saturday, October 5, 2024
HomeGujaratમોરબીના પીપળી ગામ નજીક 4અજાણ્યા શખ્સોએ માર મારી લૂંટ ચલાવી

મોરબીના પીપળી ગામ નજીક 4અજાણ્યા શખ્સોએ માર મારી લૂંટ ચલાવી

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક પાણી ના ટાંકા પાસે મો.સાયકલ ચાલકને માર મારી લૂંટ ચલાવી

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી ના સુધારા શેરીમાં રહેતા વિહારભાઈ વિનયચંદ્ર જોશી સિરામિક કારખાને થી મો.સાયકલ લઈને પોતાના ઘરે જતા હોય તે દરમિયાન પીપળી ગામના પાણીના ટાંકા પાસે વિહારભાઈ પહોચતા પાછળથી નંબર પ્લેટ વગરના એક કાળા કલરનું સ્પેલડર પ્લસ તથા બીજું સિલ્વર કલર ના મો.સાયકલ માં 4અજાણ્યા શખ્સો આવીને વિહારભાઈનું મો.સાયકલ ઉભું રખાવીને બાવળની ઝાળી માં લઇ જઈ ઢીકાપાટુ નો માર મારી ફરિયાદી વિહારભાઈ ને જમણા હાથમાં તથા ખમ્ભા ના ભાગે ફ્રેકચર જેવી ઇજા તથા માથા માં ધોકા વડે માર મારી પેન્ટ ના ખીસા માંથી એમ આઈ કંપની નો મોબાઇલ કિંમત રૂપિયા 5000 તથા એપ્પલ કંપની નો મોબાઇલ કિંમત રૂપિયા 10000 ની લૂંટ કરી હોવાની ફરિયાદ વિહારભાઈ એ મોરબી તાલુકા પોલીસ માં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી 4શખ્સો ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!