Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર હાઇવે નજીક બેકાબુ ટ્રકે પાંચ વ્યક્તિઓને હડફેટે લીધા, એકનું મોત

વાંકાનેર હાઇવે નજીક બેકાબુ ટ્રકે પાંચ વ્યક્તિઓને હડફેટે લીધા, એકનું મોત

વાંકાનેર નજીક હાઇવે પર બેકાબુ ટ્રકે પાંચ જેટલા વ્યક્તિઓને હડફેટે લીધા તેમજ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર બપોરના સમયે વાંકાનેર હાઇવે પર મોરબી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ બેકાબૂ નંબર પ્લેટ વગરના ટ્રકે ચોકડી પર પાંચથી વધુ બાઇક સવારને હડફેટે લીધા હતા તેમજ એક વ્યક્તિ ટ્રક નીચે ફસાઈ જતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઠો મુકી નાશી છુટ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ તેમજ આજુબાજુ રહેલા લોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યા હતા આ બનાવની ખબર વાયુવેગે શહેરમાં ફેલાતા લોકોના ટોળા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!